Kidney Cure :: Home About Gabani Kidney Hospital Gabani Kidney Hospital Facilities Contact Gabani Kidney Hospital
LITHOTRIPSY
LITHOTRIPSY
PCNL
PCNL
URS
URS
TURP
TURP
CYSTOLITHOLAPEXY
CYSTOLITHOLAPEXY
STRICTURE URETHRA
STRICTURE
URETHRA
 
INFERTILITY
INFERTILITY
FEMALE UROGYNEACOLOGY
 FEMALE
UROGYNEACOLOGY
 

 

English Gujarati

flexible ureteroscopy

 

High Power Lumenis Holmium Laser Machine

     
   
ગાબાણી કિડની હોસ્પીટલ
નીચેની તકલીફોમાં સાયન્ટીફીક નિદાન તથા સૌથી આધુનિક ઈલાજ માટેનું યુરોલોજી સુપરસ્પેશિયાલીટી સેન્ટર
પ્રોસ્ટેટનો સોજો ઉંમરના લીધે વધેલી (મોટી થયેલી) પ્રોસ્ટેટ
પથરી કિડની, કિડનીથી મૂત્રાશયમાં પેશાબ લઈ જનાર નળી (યુરેટરી), મૂત્રાશય અથવા પેશાબની થેલી (બ્લેડર) અને પેશાબ ઉતરવાના રસ્તા (યુરેથ્રા) માંની પથરી
જનાઈટો યુરિનરી સિસ્ટમનાં તમામ રોગો, વંધ્યત્વની સારવાર.

ડૉ. અશ્વિન ગાબાણી યુરોલોજી ક્ષેત્રમાં ૧૦ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓએ યુરોલોજી ક્ષેત્રમાં ભારતને દુનિયાભરના અદ્યતન યુરોલોજી કેન્દ્રોની સરખામણીમાં લાવવાની સતત કોશીશ કરી છે. કિડની અને પેશાબના રસ્તાની પથરીઓનો પી.સી.એન.એલ., યુ.આર.એસ. તથા લીથોટ્રીપ્સી અને પ્રોસ્ટેટના સોજાના ટી.યુ.આર.પી. દ્વારા તેમણે ૧૦,૦૦૦ થી વધુ દર્દીઓની સારવાર કરી છે.

હવે ૧૧મા વર્ષમાં પ્રવેશ સમયે અમે રજુ કરીએ છીએ હોલ્મીયમ લેસર ઈલાજ પદ્ધતિ કે જે કેન્સર સિવાયના પ્રોસ્ટેટના સોજામાં અને કિડની અને પેશાબના રસ્તામાંની પથરીનો ઈલાજ કરવામાં સૌથી અદ્યતન પદ્ધતિ ગણાય છે અને દુનિયાના ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. જે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર લેસર સેન્ટર છે.

પ્રોસ્ટેટનો સોજો
હોલ્મિયમ લેસર દ્વારા પ્રોસ્ટેટનું ઓપરેશન (હોલેપ)
આ ઓપરેશન પદ્ધતિમાં એક ખાસ પ્રકારનો એન્ડોસ્કોપ પેશાબના રસ્તા વાટે નાખવામાં આવે છે. એન્ડોસ્કોપમાંથી હોલ્મિયમ લેસર કિરણો પ્રોસ્ટેટનો મધ્યનો વધેલો ભાગ તેની કેપ્સુલથી અલગ કરે છે અને તેની લોહીની નસો બંધ કરે છે. આવી રીતે છુટી કરેલી પ્રોસ્ટેટ પેશાબની થેલી (બ્લેડર) માં ધકેલવામાં આવે છે. ત્યાં મોર્સલેટર નામના સાધનથી તેના ટુકડા કરવામાં આવે છે. તે ટુકડા પેશાબના રસ્તે બહાર કાઢવામાં આવે છે અને તે ટુકડાની લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે છે.
અમે હોલેપ (હોલ્મિયમ લેસર ઈન્યુક્લિએશન) રજુ કરીએ છીએ કારણ કે...
અમારા સેન્ટરમાં જગપ્રસિધ્ધ લ્યુમેનીસ પાવર સુઈટ ૧૦૦ વોટ હોલ્મિયમ લેસર મશીન અને લ્યુમેનિસ મોર્સલેટર છે, કે જે યુ.કે., અમેરીકા અને ઓસ્ટ્રેલીયાની હોસ્પિટલમાં વાપરવામાં આવે છે.
Before HoLEP
હોલેપ પહેલા
Immediately after HoLEP
હોલેપ પછી તરત
3 Months after HoLEP
હોલેપ પછીના ૩ મહિન પછી
હોલેપ ઓપરેશનના ફાયદા
ફક્ત દોઢ દિવસ દાખલ થવું પડે છે.
જુની ટી.યુ.આર.પી. પદ્ધતિમાં કેથેટર ૭૨ કલાક રાખવું પડતું હતું. હોલ્મિયમ લેસર ઈલાજમાં સામાન્ય રીતે ૨૪ કલાકમાં કેથેટર કાઢી શકાય છે. ઈલાજ દરમ્યાન નહિવત રક્તસ્ત્રાવ થાય છે.
મોટી થયેલી પ્રોસ્ટેટનો બીજી ઈલાજ પદ્ધતિઓ કરતાં વધુ સંપૂર્ણ નિકાલ થાય છે. હોલેપ લેસરથી ઓપરેશન કરાવ્યા બાદ ફરીથી પ્રોસ્ટેટ વધવાની શક્યતા નહિંવત છે.
ઈલાજ બાદ લેબોરેટરી તપાસ માટે સેમ્પલ પ્રાપ્ત થાય છે, જે બીજા લેસર ઈલાજ બાદ મળાતા નથી.
હોલ્મિયમ લેસર ઈલાજ બાદ બીજી રીતે કરેલા ઓપરેશન કરતાં પ્રોસ્ટેટના સોજાના લક્ષણો (આઈ.પી.એસ.એસ.) માં ઘણો વધારે સુધારો થાય છે અને પેશાબની ઝડપ ઘણી વધે છે.
ટી.યુ.આર.પી. ઓપરેશન બાદ ટી.યુ.આર.પી. સીન્ડ્રોમ નામનું કોમ્પ્લેશન ક્યારેક થઈ શકે છે. હોલ્મિયમ લેસર ઈલાજમાં તે ક્યારેય પણ થતું નથી.
જે દર્દીઓને એસ્પીરીન, એન્ટીકોએગ્યુલન્ટ (લોહી પાતળું કરવાની દવા) જેવી દવા ચાલતી હોય, અથવા તો જે દર્દીઓને હૃદયના કૃત્રિમ વાલ્વ લગાડેલા હોય અથવા જેમના હૃદયમાં સ્ટેન્ટ લગાવવામાં આવ્યા હોય એવા દર્દીઓ માટે હોલ્મિયમ લેસર ઈલાજ સૌથી ઉત્તમ ઈલાજ છે.
Holep
ટી.યુ.આર.પી. : જે દર્દીઓને ટી.યુ.આર.પી. પધ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે.
કિડની અને પેશાબના રસ્તાની પથરી
હોલ્મિયમ લેસર અને ફ્લેક્સીબલ નેફ્રોસ્કોપ દ્વારા પી.સી.એન.એલ.  

આ કિડની ની પથરી કાઢવા માટેની 'કી હોલ' સર્જરી છે. ('કી હોલ' સર્જરી એટલે એક નાના છેદ વાટે કરાવવામાં આવતું ઓપરેશન) અમારી ટીમ કિડનીની જટીલ અને ગુંચવણભરી એક અથવા અનેક પથરીઓના પી.સી.એન.એલ. વડે ઈલાજ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઓપરેશન એક જ બેઠકમાં થાય છે. તે નાના બાળકોમાં પણ કરી શકાય છે.

ફ્લેક્સીબલ નેફ્રોસ્કોપ વડે એક જ પંક્ચર થી કિડનીમાં અન્ય તમામ વિભાગોની પથરી લેસરથી તોડીને કાઢી શકાય છે. મોટી પથરીમાં પણ માત્ર એક જ નાનું છેદ કરવાની જરૂર પડે છે જે રીજીડ નેફ્રોસ્કોપથી શક્ય નથી.

Holium Laser
Next
 
   

 LITHOTRIPSY 

 

 PCNL 

 

 URS 

 

 TURP 

 

 CYSTOLITHOLAPEXY 

 

 STRICTURE URETHRA 

 

 INFERTILITY 

 

 FEMALE UROGYNEACOLOGY 

           
  

Gabani Kidney Hospital Lithotripsy & Dialysis Center :: Dr. Ashwin Gabani (M.B.B.S., M.S., M.Ch., Urologist) :: Dhan-Laxmi Complex, Nr. Ayurved College, Station-Lal Darwaja Road, Surat-395 003. (Gujarat) India. Tel.: +91 261 2537270 , Email: email

  
   
eXTReMe Tracker
Check Your E - Mail  
  © Copyright 2004. Gabani Kidney Hospital Lithotripsy & Dialysis Center. All rights reserved.     Designed by : Brainee Creations